કવી નર્મદ

જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત; તું ભણવ ભણવ નીજ સંતતી સઉને, પ્રેમ ભક્તીની રીત -
ઉંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત, પુરવમાં કાળી માત, છે દક્ષીણ દીશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્ચીમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,મહી ને બીજી પણ જોય. વળી જોય સુભટના જુદ્ધરમણ ને રત્નાકર સાગર;
પર્વત ઉપરથી વીર પુર્વજો, દે આશીષ જયકર- સંપે સોયે સહુ જાત, જય જય ગરવી ગુજરાત.

તે અણહીલવાડના રંગ,તે સીદ્ધ્રરાજ જયસીંગ.તે રંગ થકી પણ અધીક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-જન ઘુમે નર્મદા સાથ,જય જય ગરવી ગુજરાત.

- કવી નર્મદ

No comments:

HOME'S

Google
 

ad

JAY KHODIYAR